તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Jaydev Of Saurashtra Kamlesh Karnataka Bowling Against Dharmendra Bowling 074019

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના જયદેવ, કમલેશ, ધર્મેન્દ્રની બોલિંગ સામે કર્ણાટક કડડભૂસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કર્ણાટક બીજા દાવમાં 30 રન, જયદેવની 3 વિકેટ

સ્પોર્ટસ રિપોર્ટર|રાજકોટ
સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટ, કમલેશ મકવાણા, ધર્મેન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગ સામે કર્ણાટક 581 રનના જંગી જુમલા સામે પહેલી ઇનિંગમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ત્રીજા દિવસની રમતના અંતે કર્ણાટકે બીજા દાવમાં વિના વિકેટે 30 રન કર્યા છે.

રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલી ઇનિંગમાં કર્ણાટકના સમર્થે 63 અને પ્રવીણ દુબેએ અણનમ 46 રન કર્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રના કપ્તાન જયદેવે 15 ઓવરમાં 49 રન આપી પાંચ વિકેટ, કમલેશે 17માં 5 મેડન ઓવર ફેંકી 3 વિકેટ અને ધર્મેન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રે કર્ણાટકને ફોલઓન કર્યા બાદ બીજી ઇનિંગનો દાવ લેવા ઉતરેલી કર્ણાટકની ટીમે ત્રીજા દિવસની રમતના અંતે વિના વિકેટે 30 રન કર્યા છે. રમતના અંતે સમર્થ આર. 16 અને રોહન કદમ 14 રને દાવમાં છે.

મંગળવારે મેચનો અંતિમ દિવસ છે. રણજી ટ્રોફીમાં કર્ણાટક સામે સૌરાષ્ટ્ર હંમેશાં અગ્રેસર રહ્યું હોવાથી વધુ એક વખત સૌરાષ્ટ્રના બોલરો કર્ણાટકને એક ઇનિંગથી પરાજિત કરવા પ્રયત્નો કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો