તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂડાની આવાસ યોજનામાં પાણી ન મળતા કાલાવડ રોડ પર જામ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રૂડાએ કાલાવડ રોડ પર વીર સાવરકર આવાસ યોજના બનાવી છે ત્યાં રહેતા પરિવારોને પીવાનું પાણી આઠ દિવસથી મળ્યું નથી. જેના પગલે મહિલાઓ સહિતનાઓ શનિવારે સવારે કાલાવડ રોડ પર પાણીના બેડાં સાથે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.

ગત વર્ષે અછત હોવાથી વીર સાવરકર આવાસ યોજનામાં પીવાના પાણીની અછત થઇ ત્યારે પાણી પુરવઠા વિભાગે પાણીના ટેન્કરની ફાળવણી કરી હતી, પરંતુ આ વર્ષે અછતની સ્થિતિ ન હોવાથી આવી કોઇ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. બીજી તરફ આવાસ યોજનામાં પાણીનો મુખ્ય સ્ત્રોત કૂવો અને બોરમાં પાણી ખાલી થતા સ્થાનિક લોકો પાણીની અછતથી મોટી મુશ્કેલી સહન કરી રહ્યા હતા અને અંતે કાલાવડ રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં પોલીસની સમજાવટથી મામલો શાંત પડ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. રૂડા તંત્ર આવાસ બનાવ્યા
બાદ પાણી સહિતની જાળવણી સ્થાનિક એસોસિએશને કરવાની હોય તેથી પાણીની કોઇ વ્યવસ્થા કરતું નથી.

પાણીનાે ખર્ચ એસો.ના ફંડમાંથી ચૂકવાશે

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ આવાસ યોજના બનાવ્યા બાદ ફ્લેટની ફાળવણી કરે છે. આ ફાળવણી સમયએ એસોસિએશન ઓફ પર્સન (એઓપી) બને છે, પરંતુ સ્થાનિક લોકોના પ્રશ્નના કારણે વીર સાવરકર આવાસ યોજનામાં આ એસોસિએશન બન્યું નથી. બિલ્ડિંગ મેન્ટેન કરવાની જવાબદારી એસોસિએશનની હોય છે. ગત વર્ષે અછતની સ્થિતિ હતી ત્યારે પાણી પુરવઠા બોર્ડે પાણીના ટેન્કર મોકલ્યા હતા, હવે પાણીની સમસ્યા ઊભી થઇ છે તે દૂર કરવા ટેન્કર ચાલુ કરાશે અને 3 માસમાં એક વહીવટદાર નિમાશે અને એસોસિએશન બનાવાશે. જો એસોસિએશન નહીં બને તો પાણીના ટેન્કરનો ચાર્જ એસો.ના ફંડમાંથી ચૂકવવામાં આવશે.> ઉદિત અગ્રવાલ, ચેરમેન, રૂડા

પોલીસની સમજાવટથી મામલો શાંત પડ્યો


પાણીનો બોર ડૂકી જતા છેલ્લા 8 દી’થી પાણીની સમસ્યા

_photocaption_ઊનાળાની શરુઆતમાં જ આવાસ યોજનામાં પાણીની તંગી સર્જાતા મહિલાઓ વિફરી હતી અને કાલાવડ રોડ પર ટ્રાફિક રોકી દીધો હતો.*photocaption*

મહિલાઓએ બપોરે ચક્કાજામ કરી દીધા

બેથી 3 ગ્રૂપ હોવાથી ઊભી થાય છે સમસ્યા

રૂડાની આવાસ યોજનામાં ફ્લેટની સોંપણી બાદ એસોસિએશન બનાવવા માટે રૂડાના અધિકારીઓએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ આવાસ યોજનામાં બેથી ત્રણ અલગ અલગ ગ્રૂપ હોવાથી કોણ એસોસિએશન સંભાળે, તેનુ ફંડ કોણ મેનેજમેન્ટ કરે સહિતના પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત આવાસ યોજનામાં વન અને ટુ બીએચકે આવાસ યોજના માટે એક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો