તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Jamadar Jamadar Nanabhai39s Burial Ceremony Was Completed And Present On Duty 065633

જેતપુરના જમાદાર નાનાભાઇની દફનવિધિ પૂરી કરી ફરજ પર હાજર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર તાલુકાની જેતલસર આઉટ પોસ્ટના ઇન્ચાર્જ એએસઆઇ મુસ્તાકભાઇ ફૈજુભાઇ ચૌહાણ (ઉ.વ.47) ગુરુવારે સાંજે 4 વાગ્યે જેતપુર પંથકમાં ફરજ પર હતા ત્યારે તેમના પર ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ રહેતા તેમના નાનાભાઇ હબીબભાઇ ચૌહાણ (ઉ.વ.40)ની તબિયત લથડી છે, હોસ્પિટલે આવી જાવ, પોતાના ઉપરી અધિકારીની રજા લઇ જમાદાર મુસ્તાકભાઇ રાજકોટ હોસ્પિટલે પહોંચ્યા હતા પરંતુ નાનાભાઇ હબીબભાઇનો મૃતદેહ જ તેમની નજર સામે આવ્યો હતો.
નાનાભાઇના મૃત્યુથી મુસ્તાકભાઇ ભાંગી પડ્યા હતા, ચૌહાણ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સાંજે હબીબભાઇની દફનવિધિ કરવામાં આવી હતી. ભાઇના અવસાનથી જમાદાર મુસ્તાકભાઇ લાંબી રજા પર ઉતરશે તેવું જેતપુર પોલીસ અધિકારીઓ માનતા હતા, પરંતુ શુક્રવારે સવારે મુસ્તાકભાઇ પોલીસની વર્દીમાં હાજર થઇ ગયા હતા. મુસ્તાકભાઇની ફરજ નિષ્ઠાને જોઇ તેમના સાથી કર્મચારીઓ અને જેતપુરના લોકોએ તેમને મનોમન સેલ્યૂટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...