જૈનો માટે જૈનમ ગ્રૂપ યોજશે નવરાત્રી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન સમાજના રાસ ગરબાના ખેલૈયાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈનમ દ્વારા 29 થી નવરાત્રી મહોત્સવની ધમાકેદાર આયોજન હાથ ધરાયું છે. રાજકોટની દરેક જૈન સંસ્થાના સહકારથી દાંડિયા રાસ કેવી રીતે લેવા તેના વિશેની તાલીમ આપતા વર્ગનું વિનામૂલ્યે જૈન સમાજના દરેક ભાઇઓ, બહેનો, બાળકોને આપવાનું આયોજન કરાયું છે.

શહેરના 150 ફૂટ રિંગ રોડ, પારીજાત પાર્ટી પ્લોટમાં 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી જૈન સમાજના તમામ ભાઇઓ, બહેનો, બાળકો મા આદ્યશક્તિ આરાધના રાસ રમીને કરશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમથી ખેલૈયાઓને રાસ રમવાનો ઉત્સાહ વધારાશે. દરરોજ બેસ્ટ ટ્રેડિશનલ કોસ્ચયુમ, ડેકોરેટિવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટુ, બેસ્ટ મહેંદી જેવી અલગ અલગ સ્પર્ધા યોજાશે. 9 દિવસ દરરોજ ગ્રૂપ મુજબ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે. નવરાત્રીના અંતિમ દિવસ મેગા ફાઇલનમાં વિજેતાને લાખેણા ઇનામ આપી સન્માનિત કરાશે. દાંડીયા રાસ શીખવા ઇચ્છુક જૈન સમાજના ભાઇઓ, બહેનોને જૈનમ ટીમ દ્વારા નિષ્ણાતો તરફથી વિનામૂલ્યે કોચિંગ આપવાનું આયોજન કરાયું છે. ધૈર્ય પારેખ રામકૃષ્ણ પાર્ટી પ્લોટ, 150, ફૂટ રિંગ રોડ, જાસલ બિલ્ડિંગ પાસે, કુમારભાઇ શાહ, ઉષા કિરણ એપાર્ટમેન્ટ, સરદારનગર મેઇન રોડ, જયેશભાઇ મહેતા, જયનાથ કોમ્પ્લેક્સની પાસે, મક્કમ ચોક, ગોંડલ રોડ ખાતે કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...