તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો.ઝાલાની ક્લિપની તપાસ માટે રૂપિયા 7 હજારનો ખર્ચ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશોની આંતરિક હુંસાતુંસીના કારણે મહત્ત્વની કામગીરીઓ લાંબા સમયથી ટલ્લે ચડી રહી છે. અર્થશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશીના એફએસએલનો પ્રશ્ન હજુ ઉકેલ્યો નથી ત્યાં એફએસએલએ યુનિવર્સિટીને પત્ર લખી હરેશ ઝાલાની ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ માટે રૂ.7 હજાર ભર‌વા જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ભવનના વડા.ડો.હરેશ ઝાલાની પીએચ.ડી. કરવા માગતી વિદ્યાર્થીની પાસે શરીરસુખની માગણી કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ સત્તાધીશોએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. ત્યારબાદ તેમની સામે સાયબર ક્રાઇમમાં જાણવા જોગ ફરિયાદ કરી ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ માટે માગણી કરી હતી.

જેના અનુસંધાને સાયબર ક્રાઇમ સેલે ઓડિયો ક્લિપ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી. જેની તપાસ માટે હવે યુનિવર્સિટી રૂ.7000 જમા કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો