કહેવાય છે ને “મા તે મા બીજા બધા વગડાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે ને “મા તે મા બીજા બધા વગડાના વા’. આ જગતમાં ‘મા’ એક એવી વ્યક્તિ છે કે એ ખાલી પોતાના બાળકોને જ નહીં, આખા પરિવારને પોતાનાથી બનતી એવી વી.આઈ.પી ટ્રીટમેન્ટ આપે છે. તો આ વખતે 94.3 માય એફએમ એ વિચાર્યું કે આ વખતે રાજકોટની માતાઓને કઈંક વી.આઈ.પી ટ્રીટમેન્ટ આપીએ તો! જેને ધ્યાનમાં રાખીને “મા મેં તુમસે નારાઝ હું’ અંતર્ગત એચ.સી.જી હોસ્પિટલના સહયોગથી 94.3 માય એફએમ એ રાજકોટની 25 માતાઓને ફરી હેલ્થ ચેકઅપની ભેટ આપી હતી,કેમકે આખું વર્ષ તો એ પરિવારના દરેક સભ્યની હેલ્થનો ખ્યાલ રાખે જ છે. આ ઉપરાંત ડિસન્ટ બ્યુટી પાર્લરના સહયોગથી એ 25 માતાઓને ખાસ બ્યુટી ટ્રીટમેન્ટ આપી વી.આઈ.પી અનુભવ કરાવ્યો હતો.આજના દિવસે 94.3 માય એફએમ કહે છે કે, આવો રાજકોટની દરેક માતાઓ માટે માત્ર આજના દિવસને નહીં, વર્ષના 365 દિવસને મધર્સ ડે બનાવીએ. “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ...”

અન્ય સમાચારો પણ છે...