તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઈ ખાતાના રોજમદાર કર્મીઓ એરિયર્સથી વંચિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંચાઈ ખાતાના વર્કચાર્જ રોજમદાર કર્મચારીઓને બે વરસ પહેલા સાતમું પગારપંચ આપવામાં આવેલ છે, પણ છેલ્લા 21 માસનું એરિયર્સ બિલ હજુ ચૂકવાયું નથી. જેને કારણે અા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ એરિયર્સ વહેલાસર ચૂકવાઈ જાય તે માટે મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

વર્કચાર્જ વર્ક આસિસ્ટન્ટ કર્મચારી મહામંડળ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન રાજકોટના પ્રમુખ હસમુખભાઈ પાઘડારના જણાવ્યાનુસાર હાલ સૌરાષ્ટ્ર કચ્છની તમામ ડેમ સાઈટ તેમજ ઓફિસમાં નિવૃત્તિને કારણે ક્લાસ 3 અને 4ના કર્મચારી સ્ટાફની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે. પરિણામે ડેમ સાઈટ ઓફિસમાં કર્મચારીઓની ઓછી સંખ્યાને કારણે હયાત દરેક કર્મચારીઓને તેને ફરજ ઉપરાંત વધારાના બેથી ત્રણ કર્મચારીની કામગીરી જેવી કે ઈરિગેશન, ફ્લડ, વહીવટી જવાબદારીઓ હોય છે. વધુ વરસાદમાં આ કર્મચારીઓ પોતાના જીવની પરવા નથી કરતા અને લોકોના જીવ બચાવે છે. ત્યારે સમયસર તેઓને એરિયર્સ ચૂકવી દેવામાં આવે તેવી માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...