તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Investigation Against Rakesh Joshi Who Has Gone To Jail For Free Travel Is Still Pending 073505

મફત મુસાફરીમાં જેલ જઇ આવેલા રાકેશ જોશી સામે તપાસ હજુ બાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં કોર્સ વર્ક કરતી પીએચ.ડી.ની વિદ્યાર્થિનીને વહેલા બોલાવી કિસ કરી લેવાના પ્રકરણમાં એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી ભૂતકાળમાં ભાવનગરના એક અખબારના પત્રકારના નામે બારડોલીથી રાજકોટની મફત મુસાફરી કરવાના પ્રકરણમાં જેલની હવા ખાઇ ચૂકેલા છે. આ ઘટનાને 10 વર્ષ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં તેમની સામે ખાતાકીય તપાસ કરાઇ નથી. પજવણીના કેસમાં તપાસનીશ નિવૃત્ત જજ એ.પી.ત્રિવેદીએ ગુરુવારે ભવનના વડા ડો.મારવાણિયા અને આસિસ્ટન્ટ પ્રોફેસર સુરેશ પરડવાનું નિવેદન લીધું હતું, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.નવીન શાહ રિફ્રેશર કોર્સમાં હોય તેમનું નિવેદન બાકી રહેતા હવે નવી તારીખ 1લી ઓક્ટોબર રખાઇ છે.

લીગલ વિભાગના અધિકારી એમ.વી.ધામેચાએ જણાવ્યું હતું કે, ડો.પુરુષોત્તમ મારવાણિયા અને ડો.એસ.જી.પરડવાના નિવેદન લેવાયા હતા. જ્યારે આ પ્રકરણમાં આગામી 1લી તારીખે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.નવીન શાહ અને પીડિતાના પિતાનું નિવેદન લેવામાં આવશે. બીજીબાજુ આ પ્રકરણની તપાસમાં પીડિતાએ સાથે જ અભ્યાસ કરતા પાણખણિયા નામના વિદ્યાર્થીને પણ ઇ-મેલથી અને મહિલા કોલેજના પ્રોફેસર કૈલાશબેન પટેલને ફોનથી પોતાની સાથે બનેલી ઘટના અંગે વાકેફ કર્યા હતા.જેથી પાણખણિયા અને મહિલા કોલેજના પ્રોફેસર કૈલાસબેન પટેલનું નિવેદન લેવા બાબતે કુલપતિ નિર્ણય કરશે.

ડો.પુરુષોત્તમ મારવાણિયાએ તપાસનીશ નિવૃત્ત જજને પોતાની પાસે રહેલા ઇ-મેલ અજે વોટ્સએપ ચેટ તથા રેકોર્ડિંગ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. તેમજ પોતે કરેલી કામગીરી અંગેનો રિપોર્ટ આપ્યો હતો. વિવાદાસ્પદ પ્રાધ્યાપક ડો.રાકેશ જોશી અગાઉ પત્રકાર તરીકે મફત મુસાફરી કરતા પકડાયા બાદ સિન્ડિકેટે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ સમયે સુટાએ લડત ચલાવી તેમને પરાણે હાજર કરાવ્યા હતા અને તેઓ ખાતાકીય તપાસમાં સહકાર આપશે તેવી ખાતરી પણ આપી હતી છતાં તેમની સામે ખાતાકીય તપાસ થઇ નથી.

મને જાણ નથી તપાસ કરી નિર્ણય લેવાશે
ડો.રાકેશ જોશી સામે ખાતાકીય તપાસ બાકી છે તે બાબતે મને કોઇ જાણ નથી. આ બાબતની તપાસ કરી ક્યાં કારણોસર ખાતાકીય તપાસ થઇ નથી તે ચકાસ્યા બાદ આગળનો નિર્ણય કરાશે. ડો.નીતિન પેથાણી, કુલપતિ

નરેશ મહિડાની ટેપની નકલ માગતા ડો.જોશી
વિદ્યાર્થિનીની પજવણીમાં સંડોવાયેલા ડો.રાકેશ જોશીએ ગુરુવારે તપાસનીશ નિવૃત્ત જજ પાસે નરેશ મહિડા નામના વિદ્યાર્થીએ પુરાવા પેટે રજૂ કરેલી ઓડિયો ક્લિપની ટેપની નકલ લેખિતમાં માગી હતી.

અન્ય સમાચારો પણ છે...