તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુરહાની પાર્કમાં સફાઇ, રોડ રસ્તા પ્રશ્ને રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

સામાકાંઠા વિસ્તારમાં આવેલા બુરહાની પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓએ વિપક્ષી નેતા સાગઠિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં કમિશનરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઉપલાકાંઠા વિસ્તારમાં નિયમિત સફાઇ થતી નથી જેથી ગંદકીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. આજી નદીમાં રહેલી ગંદકીના કારણે તેમજ ખુલ્લા પ્લોટના કારણે ગંદકી વધી રહી છે. ખુલ્લા વોંકળાથી મચ્છરનો ત્રાસ પણ વધ્યો છે. રોડ રસ્તા છેલ્લા સાત આઠ વર્ષથી નવા બન્યા નથી તેથી વહેલી તકે રોડ રસ્તા બનાવવામાં આવે અને ખુલ્લા વોંકળાની સફાઇ કરી ગંદકી દૂર કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...