તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News India Will Be The Second Team To Win 200 Odis At Home With 2 Wins 073017

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત 2 જીત સાથે ઘરઆંગણે 200 વન-ડે જીતનારી બીજી ટીમ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝનો 14 જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ મુંબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા જો સીરિઝની 2 વન-ડે જીતે તો ઘરઆંગણે 200 કે તેથી વધુ મેચ જીતનારી બીજી ટીમ બનશે. અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયા જ આ સિદ્ધિ મેળવી શકી છે. તેણે ઘરઆંગણે સૌથી વધુ 280 મેચ જીતી છે. ભારતે ઘરઆંગણે 198 મેચ જીતી છે. બંને વચ્ચે અત્યાર સુધી 11 દ્વિપક્ષીય વન-ડે સીરિઝ રમાઈ છે. ભારતે 5 જ્યારે ઓસ્ટ્રેલિયાએ 6 સીરિઝ જીતી છે. સીરિઝની બીજી મેચ 17મીએ રાજકોટમાં અને અંતિમ મેચ 19મીએ બેંગલુરુમાં રમાશે.

ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા હાવિ, ભારતને 29 મેચમાં હરાવ્યું છે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 137 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ 77 જ્યારે ભારતે 50 મેચ જીતી છે. 10 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. જ્યારે ભારતમાં બંને વચ્ચે 61 વન-ડે રમાઈ છે. ભારતે 27 જ્યારે ઓસ્ટ્રેલિયાએ 29 મેચ જીતી છે. એટલે કે ભારતમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ હાવિ રહી છે. બંને વચ્ચે છેલ્લી વન-ડે સીરિઝ માર્ચ 2019માં ભારતમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 3-2થી જીતી હતી.જોકે ટીમ ઈન્ડિયાએ વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે તેને માત આપવી સરળ રહેશે નહીં. આ દરમિયાન લબુશેન વન-ડે ડેબ્યૂ કરી શકે છે.

માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમ જ 200થી વધુ વન-ડે મેચ જીતી શકી છે
ટીમ મેચ જીત હાર જીત%

ઓસ્ટ્રેલિયા 439 280 143 64

ભારત 339 198 129 58

દ.આફ્રિકા 258 180 68 70

ન્યૂઝીલેન્ડ 314 179 116 57

ઈંગ્લેન્ડ 313 178 115 57

ટોપ સ્કોરરના લિસ્ટમાં કોહલીને છઠ્ઠા ક્રમે પહોંચવા 131 રનની જરૂર
કોહલીએ વન-ડેમાં 242 મેચની 233 ઈનિંગ્સમાં 11609 રન કર્યા છે. જેમાં 43 સદી અને 55 અડધી સદી સામેલ છે. જો તે સીરિઝમાં વધુ 131 રન કરી લે તો તે વન-ડેમાં સૌથી વધુ રન કરવા મામલે પાક.ના ઈન્ઝમામ ઉલ હક (11739)ને પાછળ છોડી છઠ્ઠા ક્રમે પહોંચી જશે. સચિન તેંડુલકર (18426) પ્રથમ, કુમાર સંગાકારા (14234) બીજા, રિકી પોન્ટિંગ (13704) ત્રીજા, સનથ જયસૂર્યા (13430) ચોથા અને મહેલા જયવર્ધને (12650) પાંચમાં ક્રમે છે.

ભારત પાસે ત્રણેય ફોર્મેટમાં કુલ 750 જીત પૂર્ણ કરવાની તક
ટીમ ઈન્ડિયા જો સીરિઝમાં 2 મેચ જીતી જાય તો તે ઓવરઓલ ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં કુલ 750 જીત પૂર્ણ કરશે. ટીમ ઈન્ડિયાએ 748 મેચ જીતી છે. 157 ટેસ્ટ, 511 વન-ડે અને 80 ટી-20 મેચ જીતી છે. અત્યાર સુધી માત્ર 2 ટીમો 750+ મેચ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયા (1031) પ્રથમ અને ઈંગ્લેન્ડ (799) બીજા નંબરે છે.

ટી-20 રેન્કિંગ: રાહુલ છઠ્ઠા, કોહલી નવમાં ક્રમે
દુબઈ| શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરિઝ બાદ ઘણા ભારતીય ખેલાડીઓની રેન્કિંગમાં ફેરફાર થયા છે. બેટિંગમાં ઓપનર લોકેશ રાહુલ છઠ્ઠા ક્રમે યથાવત્ છે. કેપ્ટન કોહલી એક ક્રમના ફાયદા સ્થાને 9માં ક્રમે પહોંચ્યો છે. શિખર ધવન પણ એક સ્થાનના ફાયદા સાથે 15માં ક્રમે પહોંચ્યો. પાકિસ્તાનનો બાબર આઝમ પ્રથમ ક્રમે યથાવત્ છે. જ્યારે બોલિંગમાં કોઈપણ ભારતીય ટોપ-10માં નથી. જસપ્રિત બુમરાહ 8 સ્થાનના ફાયદા સાથે 39માં ક્રમે છે. શ્રીલંકા વિરુદ્ધ પ્લેયર ઓફ ધ સીરિઝ નવદીપ સૈની 146 સ્થાનના ફાયદા સાથે 98માં ક્રમે પહોંચી ગયો છે. શાર્દુલ ઠાકુર 92માં ક્રમે યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો