તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Increase In Cases Of Diarrhea In The City 92 Cases 6 People Suffer From Diarrhea 072008

શહેરમાં ઝાડા ઊલટીના કેસમાં વધારો: 92 કેસ, 6 વ્યક્તિને મરડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરમાં ઉનાળાને કારણે પાણીજન્ય રોગોમાં વધારો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ સપ્તાહમાં ઝાડા ઊલટીના 92 કેસ નોંધાયા છે જે ગત સપ્તાહ કરતા વધારે છે. આ ઉપરાંત ટાઈફોઈડના 2 અને મરડાના 6 કેસ નોંધાયા છે. આ સપ્તાહ દરમિયાન સ્વાઈન ફ્લૂનો એકપણ કેસ નોંધાયો નથી. ઉનાળામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે 9432 ઘરોમાં સરવે અને 808 જગ્યાએ ફોગિંગ કરવામાં આવ્યું છે. 268 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાંથી મચ્છરના પોરા મળી આવતા 71 સાઈટને નોટિસ આપવામાં આવી છે. ફૂડ શાખાએ 44 રેંકડી અને 17 રેસ્ટોરન્ટ સહિત 103 જગ્યાએ તપાસ કરી 56ને નોટિસ તેમજ 10 ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...