તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવકવેરાની રિકવરી ઝુંબેશ, મેટોડામાં ઈન્કમટેક્સનો સરવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસેસમેન્ટ પૂરા થયા બાદ આવકવેરાએ રિકવરી ઝુંબેશ શરૂ કરી છે જેમાં હવે કરચોરો પર સરવે અને સર્ચ ઓપરેશનનો ધમધમાટ શરૂ થશે. રાજકોટ ડિવિઝનને હજુ રૂ. 3 હજાર કરોડનો ટાર્ગેટ રિકવર કરવાનો બાકી છે. એક તો સમય ઓછો છે અને લક્ષ્યાંક વધારે છે. જેથી કરીને એસેસમેન્ટની જેમ રાત દિવસ એક કરવા પડશે. આવકવેરા વિભાગે એસેસેમેન્ટમાં મહેનત કર્યા બાદ હવે સરવે અને સર્ચ માટે મહેનત કરવી પડશે. રાજકોટમાં શુક્રવારે આવકવેરા વિભાગે મેટોડામાં સરવે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટી ટાંકી ચોકમાં આવેલી એક ઓફિસમાં પણ સરવે કરાયો હતો. નોંધનીય છે કે લક્ષ્યાંક પૂરો કરવા માટે આવકવેરા વિભાગને કેન્દ્રીય સીધા કરવેરાનું જ દબાણ છે. ખાસ કરીને નોટબંધીમાં જેમણે મોટી રકમ કેશ ડિપોઝિટ કરી છે અને ખુલાસો યોગ્ય રીતે નથી આપી શકયા તેમના પર એકશન લેવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. નોટબંધીના એસેસમેન્ટમાં સોની વેપારી, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. આ બધા હવે આવકવેરા વિભાગના રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો