તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટામવામાં ટી.પી. રોડ ખુલ્લો કરવા 4 દુકાન, બે મકાનનું ડિમોલિશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)એ મોટામવા ટી.પી. સ્કીમ નં.10 ડ્રાફ્ટ મંજૂર થતા તેના રોડ રસ્તા અને કોમન પ્લોટના કબજા લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે રૂડાએ મંગળવારે બે મકાન, ત્રણ દુકાન અને એક આર.ઓ.પ્લાન્ટની દુકાનના દબાણ પર બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઉપરાંત સાત ખેતરમાં ઊભા પાકનું પણ દૂર કરવામાં આવ્યું હતું. રૂડાના બગીચા હેતુના પ્લોટમાં ગાર્ડનમાં કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કરી તેનો પણ કબજો રૂડાએ લીધો હતો. રૂડા બુધવારે પણ આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરશે. રૂડાએ મોટામવાની ટી.પી. સ્કીમ નં.10ને સરકારે મંજૂરી આપતા તેના રોડ રસ્તાના કબજા લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ટી.પી. નં.10ના 60 ફૂટનો રોડ ખુલ્લો કરવા માટે મંગળવારે ડિમોલિશન શરૂ કર્યું હતું. રંગોલી પાર્કની સામેના ભાગે મોટામવામાં ખેતીની જમીનમાંથી પાક દૂર કરવામાં આવ્યો હતો. સપ્તપદી પાર્ટી પ્લોટ સામે ત્રણ દુકાનોનું ડિમોલિશન કરાયું હતું.

રાજકોટ, બુધવાર, 27 ફેબ્રુઆરી, 2019

| 15
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો