તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News In The Story Of Moraribapu A Muslim Youth From Rajkot Conducts The Conversation 031034

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરારિબાપુની કથામાં રાજકોટનો મુસ્લિમ યુવક કરે છે તબલા સંગત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આકાશવાણીનો એ ગ્રેડ તબલા આર્ટિસ્ટ મહેદી હસન ખાન સમગ્ર ગુજરાતમાં એક માત્ર એવો તબલાવાદક છે કે જેને આકાશવાણી પર નેશનલ પ્રોગ્રામમાં સોલો તબલાવાદનનો મોકો મળ્યો છે. તેમાય જ્યારે રાજકોટનો આ મુસ્લિમ યુવક માનસ મર્મજ્ઞ મોરારિ બાપુની રામકથામમાં તેમની સાથે તબલા સંગત કરે છે ત્યારે સોનામાં સુગંધ ભળી હોય તેવો માહોલ સર્જાય છે. મહેદી કહે છે,‘જ્યારે હું મોરારિ બાપુની રામકથામાં તબલા સંગત કરું છું ત્યારે મને ત્યાં અલ્લાહની અનુભૂતિ થાય છે.’

મહેદી કહે છે,‘મોરારિ બાપુની પ્રથમ મુલાકાત પાછળ પણ ઠાકુર (ભગવાન રામકૃષ્ણ પરમહંસ)નો સંકેત હશે. બન્યું એવું કે 1992માં મહિયર ઘરાનાના સ્થાપક ઉસ્તાદ બાબા અલ્લાઉદ્દીન ખાનના પૌત્ર સરોદ વાદક વિદ્યુત (બિદ્યુત)ખાન તલગાજરડા જતા પહેલા રાજકોટ રામકૃષ્ણ આશ્રમ આવ્યા હતા. જ્યાં તેમના તબલાવાદક અચાનક માંદા પડી ગયા હતા.ત્યારે સ્વામી જીતાત્માનંદજી (આશ્રમના તત્કાલીન અધ્યક્ષ)એ તેમની સાથે મને સંગત માટે કહ્યું. ત્યારે હું આશ્રમમાં આરતીમાં તબલા વગાડતો હતો. ઉસ્તાદ વિદ્યુત ખાન જોકે મને ચકાસી પણ જોયો અને એટલા ખુશ થયા કે તેઓ મને પોતાની સાથે તલગાજરડા લઇ ગયા. ત્યા કાર્યક્રમ બાદ મોરારિ બાપુએ મને પૂછ્યું કે કોની પાસે શીખે છે. મેં જ્યારે નિતાઇજી(નિતાઇ ચક્રવર્તી)નું નામ આપ્યું ત્યારે તેઅો ખુશ થઇ ગયા. કહ્યું અહીં આવતો રહે જે .’તલગાજરડામાં પહેલી જ મુલાકાત બાદ બાપુએ મહેદી હસનને એ જમાનામાં પુરસ્કારની રકમ તરીકે મોટી રકમ ભેટ આપી હતી. મહેદી કહે છે,‘મેં બાપુને કહ્યું કે આવડી મોટી રકમના પુરસ્કારની મારી ઔકાત નથી. બાપુએ ત્યારે મને કહ્યું હતું કે, તું આ પુરસ્કાર હનુમાનજીનો પ્રસાદ સમજીને રાખી લે.’ અજરાળા ઘરાનાના મહેદી હસન ખાન બાપુની રામકથામાં નિયમિત રીતે વગાડે છે.

દાદા બંદે હસન ખાન જાણીતા કવ્વાલ હતા
મહેદી હસનનું ફેમિલી બેકગ્રાઉન્ડ સંગીતકારોનું છે. મહેદી કહે છે,‘મારા પરદાદીને પાનદાન પર ઠેકા વગાડતા બહુ જ નાનપણમાં જોયા ત્યારથી મને તબલાનો શોખ લાગ્યો.મારા પહેલા ગુરુ મારા કાકા ઉસ્તાદ જીન્દે હસન હતા. મારા નાના ઉસ્તાદ કરીમ બખ્શ ખાં અજરાળા ઘરાનાના જાણીતા કલાકાર હતા. મારા દાદા બંદે હસન ખાન આગ્રાવાલે જાણીતા કવ્વાલ હતા.’ મહેદીનો દાવો છે કે જાણીતા કવ્વાલ શંકર શંભુ બંદે હસન ખાનના ગંડાબંધ શાગીર્દ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો