તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In The Name Of Hygiene Applicants Are Bothered Officials Are Making Urine 033702

સ્વચ્છતાના નામે અરજદારોને હેરાનગતી, અધિકારીઓ ઉલ્લુ બનાવી રહ્યા છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતાના નામે અરજદારોને હેરાનગતી, અધિકારીઓ ઉલ્લુ બનાવી રહ્યા છે
સ્વચ્છતા સર્વેક્ષણમાં મ્યુનિસિપલ કમિશનરે મનપાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છેે. જો કે તે અમુક સમય પૂરતી મર્યાદિત છે. પરંતુ મનપાના આળસુ કર્મચારી અને અધિકારીઓ અરજદારોને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે. ઓફિસમાં હાજર રહેવાના બદલે પોતાના અંગત કામમાં વ્યસ્ત હોય અને કોઇ અરજદાર ફોન કરે તો સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં વ્યસ્ત હોવાનું કહી રહ્યા છે.

અત્યારે જાહેર શૌચાલય સ્વચ્છ ચોખ્ખા છે તેવા આખું વર્ષ રહે તે જરૂરી
ઓડીએફ પ્લસમાં સમાવેશ કરવા માટે મહાનગરપાલિકાએ શહેરના તમામ જાહેર શૌચાલયો તેમજ સ્કૂલ કોલેજોમાં રહેલા શૌચાલયોને ચોખ્ખા ચણાક કરી દીધા છે. આ માટે મહાનગરપાલિકા છેલ્લા એક પખવાડિયાથી તૈયારી કરી રહ્યું છે. રાજકોટના 137 જાહેર શૌચાલયો એકદમ સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે અને તેના માટે ખાસ અલગથી સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...