તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In The First Election Of 1951 The Seats Of Saurashtra Were Known By The Area 072033

1951ની પ્રથમ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો વિસ્તાર મુજબ ઓળખાતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં આઝાદી પછી સૌ પ્રથમ લોકસભાની ચૂંટણી 1951માં યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર કુલ છ બેઠકોમાં વહેંચાયું હતું. સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતની બેઠકો બોમ્બેમાં સમાવિષ્ટ થતી હતી. 1951માં સૌરાષ્ટ્રની તમામ છ બેઠકો પર કોંગ્રેસ વિજેતા રહી હતી.

1951ની સૌરાષ્ટ્રની બેઠકો પર વિજેતાઓ જોઇએ તો હાલારની બેઠક પર મેજર જન. એમ.એસ. હિંમતસિંહજી, મધ્ય સૌરાષ્ટ્રની બેઠક પર જોષી જેઠાલાલ હરિક્રિષ્ણભાઇ, ઝાલાવાડની બેઠક પર પરિખ રસિકલાલ ઉમેદચંદભાઇ, ગોહિલવાડની બેઠક પરથી બળવંતરાય ગોપાલજી મહેતા વિજેતા બન્યા હતા, જે બાદમાં ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે ગોહિલવાડ સોરઠની બેઠક પર શાહ ચીમનલાલ ચકુભાઇ અને સોરઠની બેઠક પર નરેન્દ્રભાઇ નથવાણી વિજેતા બન્યા હતા. 1957ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો વધીને સાત થઇ હતી. 1951માં ગોહિલવાડ સોરઠને વિભાજિત કરી બેઠકનો કેટલોક હિસ્સો અલગ કરીને તેને ગિરનારની બેઠક વધારાઇ. વધુમાં કચ્છની બેઠક પર ઉમેરાઇ.

ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ 1962માં લોકસભાની ચૂંટણી યોજાઇ તેમાં સૌરાષ્ટ્રની બેઠકોના નામો બદલાયા અને હાલની બેઠકના નામ અસ્તિત્વમાં આવ્યા. જેમા સૌરાટ્રની સાત બેઠકો કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તરીકે ઓળખાવાઇ. હાલની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્ર–કચ્છની જે આઠમી બેઠક છે તે પોરબંદરનો સંસદીય બેઠક તરીકે 1977માં સમાવેશ થયો.

અન્ય સમાચારો પણ છે...