ભાગવત કથામાં લોકોને અંગદાન કરવા પ્રેરિત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, દેહદાન માટે લોકોને પ્રેરિત કરતું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગોંડલિયા પરીવાર તરફથી બેસાડવામાં આવેલી ભાગવત કથામાં ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાએ લોકોને અંગદાન કરવા પ્રેરીત કર્યા હતા. અંગદાન શું કામ કરવું જોઇએ તેની માહિતી આપતા ચોપાનીયા વિતરણ કરાયા હતા. જીજ્ઞેશભાઇ, મીનાબેને સહકાર આપ્યો હતો. શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવા ઉપયોગી સેવા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...