તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In Rajkot District 344 Voters Aged More Than 100 Years Total 1884339 071031

રાજકોટ જિલ્લામાં 100 વર્ષથી વધુ વયના 344 મતદાર, કુલ 1884339

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારીને વહીવટી તંત્ર દ્વારા હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠકમાં આવેલી સાત વિધાનસભા બેઠકના 1884339 મતદારો નોંધાયા છે જેમાં 100 વર્ષથી વધુ વયના 344 મતદારો છે, જ્યારે 90 થી 99 વર્ષની વયના 4500 અને 80 થી 90 વર્ષની વયના 31000 જેટલા મતદારો છે.

નાયબ ચૂંટણી અધિકારી એન.આર.ધાંધલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના 1884339 મતદારો કુલ 2250 મતદાન મથકો પરથી 23મી મતદાન કરી આ મહાપર્વની ઉજ‌વણી કરશે.

ચૂંટણીમાં 11000 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે ત્યારે સ્ટાફનું છેલ્લું અને આખરી રેન્ડમાઇઝેશન સોમવારે સવારે 6 વાગ્યે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા ઓબ્ઝર્વરની હાજરીમાં કરાશે. બીજી તરફ 23 એપ્રિલે ચૂંટણી હોય 22મીથી જ મતદાન મથકોનો કબજો લઇ લેવાશે.

વિધાનસભા બેઠક વાઇઝ મતદારો
બેઠકનું નામ મતદારોની સંખ્યા

66-ટંકારા 231739

67-વાંકાનેર 254521

68-રાજકોટ ઇસ્ટ 270390

69-રાજકોટ વેસ્ટ 329537

70-રાજકોટ સાઉથ 246153

71-રાજકોટ રૂરલ 317020

72-જસદણ 234979

2,050 મતદાન મથકો

18,84,339 મતદારો

9,79,670 પુરુષ મતદારો

9,04,178 સ્ત્રી મતદારો

18 થર્ડ જેન્ડર

473 સર્વિસ વોટર

અન્ય સમાચારો પણ છે...