Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં વધુ એક સ્વાઈન ફ્લૂ પોઝિટિવ, કુલ આંક 3 થયો
રાજકોટમાં આ વર્ષે સિઝનમાં એકપણ સિઝનલ(સ્વાઈન) ફ્લૂના પોઝિટિવ કેસ આવ્યા ન હતા. ઉનાળો શરૂ થતા આ વર્ષ એકપણ કેસ નહીં નોંધાય અને ઘણા સમય બાદ આવો રેકોર્ડ બનશે તેવો વિશ્વાસ આરોગ્ય વિભાગને હતો પણ માત્ર એક જ સપ્તાહમાં છેલ્લા એક જ અઠવાડિયામાં એક પછી એક 3 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટના ઉપલેટામાં રહેતા આધેડ અજમેર ગયા હતા. અજમેરથી પરત આવ્યા બાદ તેમની તબિયત લથડતા દવા લીધી હતી જો કે વધુ બીમાર પડતા તેમને તાકીદે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજના સમયે સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવાયા હતા. શનિવારે આવેલા રિપોર્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે રાજકોટમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા 3 થઈ છે. દર્દીની હાલત અત્યારે સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.
ઉપલેટાના આધેડ અજમેરથી આવ્યા બાદ બીમાર પડ્યા, આરોગ્ય તંત્રની મુશ્કેલીઓમાં વધારો થયો