તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In Rajkot 400 Not 1660 People Returned From Abroad Coming Off The List Late At Night 071732

રાજકોટમાં 400 નહીં 1660 લોકો વિદેશથી પરત આવ્યા! મોડી રાત્રે લિસ્ટ આવતા દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં આશરે 400 લોકો વિદેશથી પરત આવ્યાનું આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયું છે અને તૈકી હાલ 247 લોકો હોમ ક્વોરન્ટાઇન અને ઓબ્ઝર્વેશનમાં છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર આ યાદી ઘણી અધૂરી હતી એરપોર્ટ ઓથોરિટીએ મોડી રાત્રે યાદી મોકલી હતી જેમાં રાજકોટના કુલ 1660 લોકો છે.

કલેક્ટરે જણાવ્યું કે, હવે યાદી પૂરી થઈ છે અને તમામ લોકોની સઘન તપાસ કરવામાં આવશે અને તેમણે હોમ ક્વોરન્ટાઈન કરાશે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ યાત્રિકોના સેમ્પલ ટેસ્ટ કરાવવાની તૈયારી પણ બતાવી હતી. આરોગ્ય અધિકારી ડો. ભંડેરીએ કહ્યું હતું કે, આ યાદીની તપાસ કરતા 1245 લોકો રાજકોટ શહેરના નીકળા છે તે તમામની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ વિદેશથી જે લોકો આવ્યા છે તેમણે પણ તંત્રને જાણ ન કરીને ગંભીર બેદરકારી દાખવી છે હવે તેમાંથી કોઇ એક પોઝિટિવ નીકળશે તો ફરીથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા પડશે.

તમામની સઘન તપાસ કરાશે, હોમ ક્વોરન્ટાઈનની ફરજ પડાશે : કલેક્ટર


વિદેશથી આવીને તંત્રને જાણ ન કરી યાત્રિકોએ દાખવી ગંભીર બેદરકારી


કોરોનાના દર્દીની હાલત સુધારા પર

જંગલેશ્વરમાં રહેતા કોરોનાના દર્દીને હાલમાં આઇસોલેશન વોર્ડમાં રાખી તેની સારવાર ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીની હાલત હાલમાં ઘણી જ સુધારા પર છે. આ દર્દી વિદેશથી પરત આવ્યા બાદ કોને-કોને મળ્યો હતો તેની સતત પૂછપરછ ચાલી રહી છે અને તે પણ તપાસમાં સહકાર આપી રહ્યો છે. છતાં ઘણી બધી બાબત ભૂલી ગયાનું જણાવતો હોય મોબાઇલ તથા અન્ય બાબતોને પણ ધ્યાનમાં લઇ તેના સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરવાની કાર્યવાહી
હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...