તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી સમયે ભાજપને સૈનિકો, ખેડૂતો યાદ આવે છે: મોઢવાડિયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.પત્રકારો સાથેની વાતચીતમાં તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એવું કહ્યું હતું કે, ચૂંટણી સમયે જ ભાજપને સૈનિકો અને ખેડૂતો યાદ આવે છે.સભામાં રોવાનું નાટક કરવું એ ભાજપની આવડત છે.રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે.કારણ કે, ભાજપ ખુદ જ ગુંડાઓને રાજ્યાશ્રય આપે છે.વધતી જતી ગુનાખોરી કાબૂમાં લેવી જોઇએ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૈનિકો પર થયેલા હુમલા સાંખી ન લેવાય, તેનો બદલો લેવો જોઈએ.ભાજપની વૃત્તિ માત્ર સત્તા માટેની જ છે.ભાજપ અને નરેન્દ્ર મોદી બન્ને હરખપદૂડા છે માટે જ તે પાકિસ્તાન જાય છે અને ત્યાંના વડાપ્રધાનને ભારત બોલાવે છે, જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ તો પાકિસ્તાનના છે આમ છતાં તેણે પાકિસ્તાન સાથે કોઈ જાતના સંબંધો રાખ્યા ન હતા, તેણે અેવું કહ્યું હતું કે,પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી હું કોઈ જાતના સંબંધો તેની સાથે નહીં રાખું. પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસને નવું બળ મળ્યું છે, જ્યારે ભાજપે જ્યારે જ્યારે કીધું છે કે,150 થી વધુ બેઠક મળશે ત્યારે તેની સીટ ઓછી થઈ છે.કોંગ્રેસની થોડી ઘણી ભૂલને કારણે ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સત્તા બનાવી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો