તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News In A Clean Survey Rajkot Also Complained Of 69 Complaints On Cleanup 072621

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છ સર્વેક્ષણમાં રાજકોટ બીજા ક્રમે પણ સફાઇની રોજ 69 ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

સ્વચ્છ સર્વેક્ષણ 2020માં બીજા ક્વાર્ટરમાં રાજકોટ દેશમાં બીજો ક્રમ આવ્યો છે, પરંતુ તેની બીજી બાજુ પર નજર કરવામાં આવે તો મનપાએ શરૂ કરેલા કોલસેન્ટરમાં દૈનિક 69 ફરિયાદ નોંધાઇ છે. જેમાં મુખ્ય ફરિયાદ ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટિપરવાન ન આવતી હોવાની છે.

રાજકોટ મનપાના ફરિયાદ સેન્ટરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 25491 ફરિયાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અલગ અલગ સેવાઓને લગતી નોંધાય છે. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે 350 ટિપરવાન રાખી છે જે ટિપરવાનમાં ક્લીનર અને ડ્રાઇવરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ટિપરવાન ન આવી હોવાની છેલ્લા એક વર્ષમાં 10650 ફરિયાદ નોંધાઇ છે. મનપામાં 4500 જેટલા કાયમી, હંગામી, મિત્ર મંડળના સફાઇ કામદારો છે આમ છતાં વર્ષે 5390 ફરિયાદ નગરજનોએ મનપામાં કરી છે. આ ઉપરાંત બાંધકામ વેસ્ટ જાહેર સ્થળોએ ફેંકી દેવામાં આવ્યો હોવાથી 275, ગંદકી હોવાથી ત્યાં ડી.ડી.ટી. પાઉડર છંટકાવ કરવાની 536 ફરિયાદ, જાહેર માર્ગો પર મુકવામાં આવેલી ડસ્ટબિનમાંથી કચરો લેવા કોઇ ન આવ્યું હોવાની 188 ફરિયાદ, પાઇપ ગટરની સફાઇ ન કરી હોવાની 1465 ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો