તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક રિટર્ન કેસમાં રાયપુરના વેપારીને એક વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર શહેરમાં શ્રેય એન્ટરપ્રાઇઝના નામથી વેપાર કરતા રવિકાંત જૈન સામે ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા અને એક મહિનામાં ચેકની રકમ વળતરરૂપે ચૂકવી આપવા આદેશ કર્યો છે અને જો તે વળતરની રકમ ચૂકવવાની દરકાર ન કરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કર્યો છે. કેસની વિગતો મુજબ, આરોપીએ રાજકોટની યશ મેન્ચ્યુફેક્ચર નામની પેઢીમાંથી સબમર્શિબલ પંપ, પંપ સેટ વગેરે મળી કુલ રૂ.3,46,928ના માલસામાનની ખરીદી કરી હતી. તે પૈકીની બાકી રહેતી રૂ.90,164ની રકમનો ચેક આપ્યો હતો.

જે ચેક પરત ફરતા રાજકોટની પેઢીના ભાગીદાર વસંતભાઇ લાલજીભાઇ ઠુમ્મરે એડવોકેટ સુરેશ ફળદુ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા અદાલતે રાયપુરના વેપારીને તકસીરવાન ઠેરવી સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...