તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In A Check Return Case Infotech39s Owner Gets One Year39s Sentence 072019

ચેક રિટર્ન કેસમાં ઇન્ફોટેકના માલિકને એક વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ફોર્ચ્યુન ઇન્ફોટેકના નામથી વેપાર કરતા ધર્મેશ પંડ્યા સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા કોર્ટે 1 વર્ષની સજા તેમજ 60 દિવસમાં ફરિયાદીને વળતર પેટે 1.84 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે અને રકમ ન ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો છે. આરોપી ધર્મેશ પંડ્યાએ ગિરીશ ટાંક, તેમની પત્ની, પુત્ર પાસેથી એમસીએક્સ તથા એફડીની સ્કીમમાં ગેરેંટેડ નફાની લાલચ આપી નાણાંનું રોકાણ કરાવ્યું હતું. ગિરીશભાઇને રોકાણ કરેલી રકમનો નફો નહીં મળતા આરોપી પાસે રકમ પરત માંગી હતી. જેથી આરોપીએ ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક વસૂલાયા વગર પરત ફરતા ગિરીશભાઇએ એડવોકેટ શબ્બીર એફ.હીરા મારફત કોર્ટમા ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...