તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1976માં અમિતાભ બચ્ચન-નરગીસે પણ રાજકોટથી ખાદી ખરીદી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1976માં અમિતાભ બચ્ચન-નરગીસે પણ રાજકોટથી ખાદી ખરીદી હતી
લોકોની સાથે સાથે સેલિબ્રિટીમાં પણ ખાદી અતિપ્રિય હોય છે. 1976માં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ રાજકોટથી ખાદી ખરીદી હતી. આ ઉપરાંત પ્રખર રામાયણી મોરારિબાપુ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અન્ય રાજકીય મોટા નેતાઓ પણ સમયાંતરે અહીં ખાદી લેવા આવતા હોય છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીને દિવસે રાજકીય પક્ષના આગેવાનો એકસાથે એકાદ લાખની ખાદી ખરીદી લે છે. અમિતાભ બચ્ચનની સાથે નરગીસ પણ રાજકોટ આવેલા ત્યારે ખાદી ખરીદી હતી.

જીતેન્દ્ર શુક્લ, મેનેજર, ખાદી ગ્રામોદ્યોગ ભવન

ખાદીના કાપડ થકી બનતા સ્ટાઇલિશ વસ્ત્રો
સિલ્ક ખાદી, પોલીવસ્ત્ર ખાદી, સાદી તથા થોડી જાડી ખાદીમાંથી કેપ્રી, જંપ સૂટ, અનારકલી ડ્રેસિસ, સ્કર્ટ ટોપ, ફ્રોક,પ્લાઝો પેન્ટ, જેકેટ, વેસ્ટ કોટ, સાડી તેમજ લોંગ ગાઉન, ટ્યુનિક ટોપ, સ્ટ્રેટ કટ કુર્તા, શોર્ટ કુર્તા, શેરવાની, ફ્રોક, બેબી ફ્રોક, ડિઝાઇનર શર્ટ, ડિઝાઇનર સાડી વગેરે કેટલીયે સુંદર ડિઝાઇન વાળા વસ્ત્રો બનાવવામાં આવે છે. યુવાનો જરૂરિયાત પ્રમાણે વિવિધ ડિઝાઇનર વસ્ત્રો બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...