બહાર નીકળશો તો ‘અંદર’ જશો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરોમાં લોકડાઉન બાદ પગપાળા વતનની વાટે જઇ રહેલા મજૂરી કરતા લોકોને સરકારે હવે શેલ્ટર હોમમાં ખસેડી દીધાં છે. આવાં અઢાર હજાર કરતાં વધુ લોકોને શેલ્ટરહોમમાં ખસેડી તેમની આરોગ્ય તપાસ કરી દેવાઇ છે. આ ઉપરાંત રોડ પરથી પસાર થતાં અઢીસો કરતાં વધુ વાહનોને જપ્ત કરી લેવાયાં છે. સૂચનાઓ છતાં લોકોએ હળવાશથી લેતાં લોકડાઉનના કડક પાલન માટે હવે ગુજરાત પોલીસ વધુ આકરા કદમ ઉઠાવવા જઇ રહી છે. જો તેઓ નહીં માને તો તેમને જેલમાં ધકેલાશે. રાજકોટમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ મળતાં કુલ આંકડો 47નો થયો છે. દુબઈથી આવેલા યુવાને 4 વ્યક્તિને ચેપ લગાડ્યો હતો. લૉકડાઉનને પગલે જ્યાં તમામ રાજ્યમાં હાલ સંચારબંધી જેવી સ્થિતિ જાળવવાની ...અનુસંધાન પાના નં. 2

ક્વોરન્ટાઈનમાં વિદેશથી આવેલા ટ્રાવેલરનું GIS મેપિંગથી ટ્રેકિંગ થશે

ગાંધીનગર | કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે વિદેશથી આવેલા લોકોને ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવે છે પરંતુ ક્વોરન્ટાઇનનો ભંગ કરીને આવા લોકો ખુલ્લામાં ફરતા હોવાના સેંકડો કિસ્સા બન્યા બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા જીઆઇએસ મેપિંગના આધારે ક્વોરન્ટાઇન ટ્રાવેલરને ટ્રેકીંગ કરવા માટે ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. આરોગ્ય કમિશનર ડો. જયંતી રવિએ કહ્યું કે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એપ્લીકેશનને સારી સફળતા મળી છે.

...અનુસંધાન પાના નં. 2

પોલીસે હિજરત કરનારા 18 હજાર લોકોને કેમ્પમાં ધકેલ્યાં


કાન ખોલીને સાંભળી લો, એક પણ વ્યક્તિ હવે હિજરત કરશે, ક્યાંય પણ જશે તો તેને અડધા રસ્તેથી ઉઠાવી અંદર કરી દઈશું, તમારા ખાવા-પીવાની બધી વ્યવસ્થા સરકારે કરી છે તો શા માટે બીજા લોકોની જિંદગી જોખમમાં નાંખો છો...

રાજકોટમાં 3 નવા પોઝિટિવ, દુબઈથી આવેલા યુવાને 4 વ્યક્તિને ચેપ લગાડ્યો

24 કલાક પછી ગુજરાતમાં મળ્યાં 3 નવા પોઝિટિવ, અત્યાર સુધીમાં 47 કેસ થયાં

લૉકડાઉન| હિજરત પર પ્રતિબંધ, સોસાયટીની બહાર બેસનારાઓ સામે કાર્યવાહી થશે

ફોર્સ ઓછી પડતાં સસ્પેન્ડેડ પોલીસકર્મીને લેવાની વિચારણા

રસ્તા પર ફરનારા, સોસાયટીમાં બેસનારાની ડ્રોન દ્વારા દેખરેખ

અન્ય સમાચારો પણ છે...