તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News If The Panchal Does Not Give The Statement Submit The Report Parineetic Ultimatum 034147

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાલ નિવેદન ન આપે તો રિપોર્ટ સબમિટ કરો: દેશાણીનું અલ્ટિમેટમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિનીની પજવણીનું પ્રકરણ હજુ પણ ટલ્લે ચડેલું છે અને લંપટ પ્રોફેસર નિલેશ પંચાલ નિવેદન આપવા માટે સમય લીધા બાદ આવતો ન હોવાથી તપાસ કમિટી દ્વારા તારીખ પર તારીખ પાડવામાં આવી રહી છે ત્યારે પ્રો વાઇસ ચાન્સેલર ડો.વિજય દેશાણીએ જો પંચાલ નિવેદન આપવા આવતો ન હોય તો તેના નિવેદન વગર તપાસ સમિતિનો રિપોર્ટ સબમિટ કરી દેવા આદેશ કર્યો છે.

પ્રો વાઇસ ચાન્સેલર ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, ડો.નિલેશ પંચાલે અગાઉ તપાસ સમિતિ સમક્ષ રજૂઆત માટે બે વખત સમય માગ્યો હતો. તપાસ સમિતિના અધ્યક્ષ ત્રિવેદી હાજર રહ્યા હતા, પરંતુ પંચાલ આવ્યો ન હતો. સોમવારે ત્રીજી મુદ્દત આપવામાં આવી છે ત્યારે જો પંચાલ નિવેદન આપવા ન માગતો હોય તો તેમના નિવેદન વગર રિપોર્ટ સબમિટ કરી દેવા તપાસ સમિતિને આદેશ કરવામાં આવ્યો છે.

જ્યારે અર્થશાસ્ત્ર ભવનના પૂર્વ વડા ડો.પુરુષોત્તમ મારવાણિયાએ વાઇસ ચાન્સેલરને મળવા માટે વધુ એકવખત સમય માગ્યો છે આથી નવા વડાની નિમણૂક બાકી રાખી છે. જો કે, વાઇસ ચાન્સેલર ડો.નીતિન પેથાણીએ સમય આપ્યા બાદ ડો.મારવાણિયા લગ્નમાં જવાનું છે તેમ કહી મળવા આવ્યા ન હતા ત્યારે પોલિટિકલ પ્રેસર હેઠળ અર્થશાસ્ત્ર ભવનના વડાનો ચાર્જ અન્ય અધ્યાપકોને સોંપવાનો નિર્ણય વીસી અને પીવીસી લઇ શકતા ન હોવાની ચર્ચા શિક્ષણવિદ્દોમાં થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો