તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News If The Kongi Corporate Corporation Has Put Up A Box The People Here Say Nude And Asked The Bjp To Remove It 073020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગી કોર્પોરેટરે બાકડો મૂક્યો તો અહીં લોકોને નડે તેમ કહી ભાજપે હટાવવા કહ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાના વોર્ડ નં.3ના કોર્પોરેટર અને વિપક્ષના દંડકે વોર્ડ નં.3 અને વોર્ડ નં.2ની બોર્ડર પર આવેલા રેસકોર્સ પાર્કના ખૂણે પોતાના ખર્ચે બાકડો મુકતા રાજકીય વિવાદનુ ભુમિપૂજન થયું છે. કોંગ્રેસના કોર્પોરેટરનુ કહેવુ છે કે સિનિયર સિટીઝનની રજૂઆત હોવાથી અને લોકોને બેસવાની સુવિધા મળે તેથી બાકડો મુક્યો છે જ્યારે ભાજપના કોર્પોરેટરોનું કહેવું છે કે કોઇ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઇ નાગરિક જાહેર સ્થળો પર લોકોને નડતરરૂપ કોઇ સુવિધા ઉભી ન કરી શકે.

વોર્ડ નં.3ના કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ રેસકોર્ષ પાર્કના ખુણે એરપોર્ટ રોડ પર બાકડો મુક્યો છે. બાકડામાં કોર્પોરેટરે પોતાનુ નામ પણ લખ્યુ છે. બાકડો મુકતાની સાથે રાજકીય વિવાદો શરુ થયા છે. વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેરટ મનીષ રાડીયા અને જયમીન ઠાકરે બાકડાનો વિરોધ કર્યો છે અને મનપાની ટી.પી. શાખા, દબાણ હટાવ શાખાના અધિકારીઓને બાકડો દુર કરવા સુચના આપી છે તેમજ કમિશનરને આ અંગે રજૂઆત પણ કરી છે.

કોંગ્રેસના અતુલ રાજાણીએ જણાવ્યુ હતુ કે ભાજપના કોર્પોરટરો કિન્નાખોરી રાખી રહ્યા છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી નહી પણ મે મારા સ્વખર્ચે બાકડો મુકયો છે. સિનિયર સિટીઝનની રજૂઆત બાદ બાકડો મુકયો છે. લોકોને બેસવાની સુવિધા મળે છે પરંતુ તે ભાજપના કોર્પોરેટરોને પસંદ નથી. બીજી તરફ ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યુ હતુ કે કોઇ પણ ચુંટાયેલા પ્રતીનિધી પોતાની ગ્રાન્ટ કે સ્વખર્ચે જાહેર માર્ગો પર કે કોઇ પણ જાહેર સ્થળો પર લોકોને નડતરરૂપ કોઇ સુવિધા ઉભી કરી શકે નહી. આ અંગે કમિશનરને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો