તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઉસિંગ બોર્ડ પાછળથી 1 કિલોથી વધુ ગાંજો પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં માદક પદાર્થોનું ધૂમ સેવન અને વેચાણ થઇ રહ્યું છે, બે દિવસ પૂર્વે જ બે શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા, શનિવારે પોલીસે કણકોટના પાટિયા પાસેના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં દરોડો પાડી નામચીન ઇસમને 1 કિલો 144 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો.

કણકોટના પાટિયા નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ પાછળ આવેલા મફતિયાપરામાં રહેતા અમીરઅલી હબીબ સુરાણી (ઉ.વ.58)ના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળતાં એસઓજીના પીઆઇ રાવલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનની તલાશી લેતા અંદરથી રેકજીનના થેલામાંથી રૂ.6864ની કિંમતનો 1 કિલો 144 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી ગાંજો, એક મોબાઇલ અને વજન કાંટા સહિત કુલ રૂ.11964નો મુદ્દામાલ જપ્ત કરી અમીરઅલી સુરાણીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, અમીરઅલી વર્ષ 2004માં બોટાદ પંથકમાં 12 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો. અમીરઅલી ગાંજાની નાની નાની પડીકી બનાવી નશાખોરોને વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ગાંજો ક્યાંથી આવ્યો હતો અને કોણ આપવા આવ્યું હતું સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...