તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્રેટરી શાખામાં ‘સભ્યતાથી બેસવું’ બોર્ડ માર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં અલગ અલગ ટેબલ પાસે ‘સભ્યતાથી બેસવું’ લખેલા કાગળો દીવાલ પર ચોંટાડવામાં આવ્યા છે.

સેક્રેટરી શાખામાં મનપાની મહત્ત્વની કામગીરી થતી હોય છે ત્યારે અહીં કોઇ સભ્યતાથી બેસતું નથી, આવા કાગળ દીવાલ પર શા માટે લગાવવામાં આવ્યા છે. સેક્રેટરી શાખામાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ, પેટા કમિટીઓની મિટિંગના રોજકામ, દરખાસ્તો અને ઠરાવોના લેખન તથા વાંચન, પાર્લામેન્ટરી પ્રોસિડિંગ્સના રેકર્ડ સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના કાગળો દીવાલ પર લગાવવામાં આવતા નવો વિવાદ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...