રાજકોટ રેલવે સ્ટેશને યાત્રાળુઓને ભારે દુવિધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ રેલવે સ્ટેશન પર હાલ પ્લેટફોર્મ નંબર-3 પર લગભગ એક વર્ષથી કોચ ઈન્ડિકેટર નથી, યાત્રિકો માટે લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે માટે શરૂ કરાયેલા ટિકિટ વેન્ડિંગ મશીન બંધ હાલતમાં છે, સ્ટેશન પર વડીલો, અશક્તો, અંધ-અપંગ યાત્રિકો માટે બેટરી ઓપરેટેડ કાર પણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત શૌચાલય, પાણી છે પણ ગ્લાસ નથી, એસ્કેલેટરનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, બાયો ટોઇલેટમાં સફાઈના અભાવે દુર્ગંધ મારે છે, આ ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ અપૂરતી છે. એ-1 કેટેગરીના રેલવે સ્ટેશન પર હોવી જોઈએ તેવા ફૂડ સ્ટોલનો પણ અભાવ છે. રાજકોટ રેલવે તંત્ર વર્ષ યાત્રા ભાડાના 242 કરોડોની આવકનો અમુક હિસ્સો યાત્રિકોની સુવિધાઓ પાછળ પણ ખર્ચ કરે તેવી માગણી ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...