તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલિકોપ્ટરમાંથી CM પર પુષ્પવર્ષા કરાશે, દિલધડક કરતબ બતાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
26મી જાન્યુઆરીએ 71મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાવાના છે જેમાં તા.18મીની સાંજે 4 થી 4.45 કલાક દરમિયાન રાજકોટના ગગનમાં રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ચારચાંદ લગાવે તેવો ન્યૂ રેસકોર્સ-2 (સેકન્ડ રિંગ રોડ) ખાતે અદભુત અને રોમાંચિત કરે તેવો દિલધડક એરોસ્પોર્ટસ એર-શો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાશે.

સિવિલ એવિએશન વિભાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ ‘ગુજરાતની બેટી’ એવી અમદાવાદની કેપ્ટન ચાંદનીની રાહબરી હેઠળ તેમની સમગ્ર ટીમ દ્વારા યોજાશે. એર- શોના મુખ્ય આકર્ષણોમાં હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પુષ્પવર્ષા કરી આવકારાશે. મધ્યમ અને નાના એરક્રાફ્ટ તથા હેલિકોપ્ટર દ્વારા નીચા ઉડાને અદભુત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવાશે. જે તમામ રાજકોટવાસીઓને રોમાંચિત કરી દેશે. આ ઉપરાંત પ્રકાશિત હોટએર બલૂન દ્વારા 300 ફીટની ઊંચાઇ સુધી ઉડાન ભરવામાં આવશે. પેરામોટરિંગમાં 500 ફીટની ઊંચાઇ સુધી બેક પેક ફ્લાઇંગ દર્શાવાશે.

રેડિયો કંટ્રોલ્ડ એરોપ્લેન મોડલ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું 100 ફીટની ઊંચાઇ સુધી એરો મોડલિંગનું નિદર્શન યોજાશે. 100 ફીટની ઊંચાઇ સુધી દિલધડક પેરા સેઇલિંગનું પણ નિદર્શન કરાશે. આ રોમાંચક અને શ્વાસ થંભાવી દે તેવા કરતબો દર્શાવનાર ટીમમાં 50થી વધુ સભ્યો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો