તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયુ વાવાઝોડાની અસરથી રાજકોટ સહિત રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાયુ વાવાઝોડાની અસરથી રાજકોટ સહિત રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. પરંતુ, રવિવારે રાજકોટમાં ગરમી અને બફારાનું પ્રમાણ રહ્યાં બાદ બપોરે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક વધી હતી. આગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે અંતર્ગત સોમવારે રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારો તેમજ મંગળવારે ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાત સહિત રાજ્યનાં મોટાભાગમાં વરસાગ પડી શકે છે. રવિવારે 38.4 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર બન્યું હતું.

હવામાન વિભાગનાં આંકડા મુજબ, રાજકોટમાં વહેલી સવારથી ધૂપ-છાવનાં વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. પરંતુ, બપોરનાં 12.30 કલાક બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ 20 કિ.મી.ની ઝડપે પવનોની સાથે આકાશમાં કાળા વાદળો ઘેરાયા બાદ વરસાદના ઝપાટાં પડ્યા હતા. જેને કારણે વાતાવરણમાં ઠંડક વધતાં લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...