તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુષ્કરધામ રોડ પર હોકર્સ ઝોનનું કામ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાએ પુષ્કરધામ વિસ્તારમાં આધુનિક હોકર્સ ઝોન બનાવવાના કામનો પ્રારંભ કર્યો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી આ કામગીરી એકાએક બંધ કરી દેવામાં આવી છે. વોર્ડ નં.10ના કોર્પોરેટર અને મનપાના વિરોધ પક્ષના ઉપનેતા મનસુખ કાલરિયાએ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે, પુષ્કરધામ રોડ પર મહાનગરપાલિકાએ આધુનિક હોકર્સ ઝોનનું કામ ઘણા સમય પહેલા શરૂ કર્યું હતું. પરંતુ અચાનક જ કોઇ કારણોસર છેલ્લા ત્રણ ચાર માસથી આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જે ચાલુ કરવા માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...