હરિચરણદાસજી બાપુને જનરલ રૂમમાં શિફ્ટ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસજી બાપુની શહેરની ખાનગી હોસ્પિટલમાં થાપાની સફળ સર્જરી બાદ મંગળવારે સાંજે તેમને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. બાપુની ઉંમર વધુ, અન્ય બીમારીઓ હોવા છતાં તબિયતમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે. બાપુને ઓપરેશન બાદ નિયમિત ડ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. સાંજે હોસ્પિટલની જ સ્ક્રીનમાં બાપુના દર્શન કરી તેમના અનુયાયીઓએ હાશકારો લીધો હતો. બાપુને બે-ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્રણ દિવસની સારવાર બાદ હરિચરણદાસબાપુની તબિયત સ્વસ્થ થતા તેમને સ્પેશિયલ વોર્ડમાં સારવારમાં રાખવામાં આવ્યા છે. હરિચરણદાસબાપુએ વોકહાર્ટ હોસ્પિટલની ટીવી સ્ક્રીન પર લાઈવ દર્શન આપ્યા હતા. બાપુના દર્શન કરવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનુયાયીઓ ઊમટી પડ્યા હતા અને હોસ્પિટલમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. હરિચરણદાસજી બાપુની તબિયત સુધારા ઉપર આવતા ભક્તોમાં આનંદની લાગણી સાથે રાહત પણ જોવા મળી રહી છે. હરિચરણદાસજીબાપુના રામજી મંદિર સહિત ઠેર ઠેર તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે રામધૂન, ભજન-કીર્તન, પ્રાર્થના કરવામાં આવી રહી છે.

હોસ્પિટલની સ્ક્રીનમાં બાપુના દર્શન કરી ભાવિકોમાં રાહત: બે-ત્રણ દિવસમાં ડિસ્ચાર્જની સંભાવના


અન્ય સમાચારો પણ છે...