તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Hanuman Jayanti Mahotsav Will Be Celebrated On Friday In Ballabhaladham 072050

બોલબાલાધામમાં શુક્રવારે ભક્તિસભર ઉજવાશે હનુમાન જયંતી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 19 એપ્રિલના બોલબાલા ધામ, મિલપરા-3 મેઇન રોડ, કેનાલ રોડ નજીક રાજકોટમાં હનુમાન જન્મજયંતી ભાવભેર ઉજવણી કરવામાં આવશે. શોભાયાત્રામાં 3 ફ્લોટ‌સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથો સાથ વિશેષ સન્માન સમારોહ અને પાણી શરબતનું વિતરણ કરાશે. બટુક ભોજન, ધૂન, કીર્તન, હનુમાન ચાલીસાના પાઠ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પૂજન બાજ પ્રસાદનું વિતરણ કરાશે. બપોરે 3.30 કલાકે શ્રી રામ અને હનુમાનજી પર સંગીતમય આખ્યાનની પ્રસ્તુતિ માણભટ્ટ શૈલીમાં કલ્પેશભાઇ વ્યાસ, ચેતનભાઇ વ્યાસની ટીમ મણિયાર હોલ ખાતે કરશે. આ ધાર્મિક મહોત્સવમાં સર્વે ભાવિકોને જોડાવા માટે જયેશભાઇ ઉપાધ્યાયે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...