તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યના ટ્રાવેલ્સના 13 ધંધાર્થીને ત્યાં જીએસટીના પ્રથમવાર દરોડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી લાગુ થયા બાદ બિલ્ડરો, સ્ક્રેપના ધંધાર્થી બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા સીજીએસટીએ ટેલિકોમ્યુનિકેશનના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી હતી.ત્યારબાદ એસજીએસટીએ પણ અત્યાર સુધીમાં પહેલીવાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. રાજકોટમાં બુધવારે મોડી સાંજે કેશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઅોને ત્યાં દરોડા પાડ્યા હતા.આ ઉપરાંત અમદાવાદમાં પણ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ વિદેશ ટૂર કરે છે, પણ તેઓ ટેક્સ ભરતા નથી અને આ રીતે તેઓ મોટા પ્રમાણમાં ટેક્સચોરી કરતા હોવાનું જીએસટી વિભાગના ધ્યાને આવતા તેઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરુવારે પણ અા તપાસ ચાલુ રહી હતી. કેટલાક સર્વિસ સેક્ટર્સમાં સર્વિસ પ્રોવાઈડરો ટેક્સ ભરપાઈ કરતા નથી.

આ સ્થળોએ તપાસ કરાઈ
ક્રમ ટ્રાવેલ્સનું નામ

1 અકબરી ટૂર

2 એટલાન્ટા વર્લ્ડ ટ્રાવેલ્સ આઈએનસી અમદાવાદ

3 કકી ફોરેક્ષ એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. અમદાવાદ

4 કાકિવાલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદ

5 કેશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજકોટ વડોદરા

6 કિશતીજી ટૂર્સ એન્ડ ટ્રેડ ફેર પ્રા.લિ. અમદાવાદ

7 અક્ષર ટ્રાવેલ્સ, અમદાવાદ સુરત

8 સી કે. એસોસિએટ ટ્રાવેલ્સ અમદાવાદ

9 કોક્ષ એન્ડ કિંગ એન્ડ ગ્રૂપ અમદાવાદ

10 ફ્લેમિંગો ટ્રાન્સ વર્લ્ડ અમદાવાદ

11 હીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદ સુરત

12 રઝાક એન્ડ સન્સ અમદાવાદ

13 થોમસ કુક ઇન્ડિયા અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...