તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Grandparents Get Busy With Children Play Rhyme Talk And Explain To Children 064712

દાદા–દાદી બાળકો સાથે વ્યસ્ત બન્યા, રમત, જોડકણાં, વાર્તા કરીને બાળકોને સમજાવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં બાળકોને સમજાવવા સહુથી વધુ મુશ્કેલ બન્યા છે. બાળકો બહાર નીકળવા, ક્રિકેટ, રમતો રમવા માટે જીદ કરી રહ્યા છે અને ટાઈમ પસાર કરવા સતત મોબાઈલ વાપરી રહ્યા છે અને વીડિયો ગેમ રમી રહ્યા છે. બાળકોની આ ટેવને કારણે માતાપિતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જે ઘરમાં દાદા–દાદી અને વડીલો છે એ બાળકો સાથે પોતાનો સમય કાઢી રહ્યા છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના બાળકો હાલમાં ખેતરે પાણી કેમ વાળવું શીખી રહ્યા છે.

હાલમાં દરેક ઘરમાં સહુથી મોટી સમસ્યા બાળકોને કેમ સાચવવા તેની છે. આ માટે માતાપિતા ચાઈલ્ડ સાઇકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયનની મદદ લઇ રહ્યા છે. જેમાં બાળકો માનતા નથી, અભ્યાસ કરતા નથી, ઘરમાં તોડફોડ કરે છે, બહાર નીકળવાની જીદ કરે છે એવા પ્રકારની સમસ્યાઓ રજૂ કરે છે. જેમની ઉંમર 5 વર્ષથી નાની છે એવા બાળકોને સમજાવવા મુશ્કેલ બન્યા છે. આ સમસ્યાનું નિરાકરણ આવે એ માટે માતાપિતા અને પરિવારજનો બાળકો સાથે ફળિયામાં વિવિધ રમતો રમે છે.

ખેતી માટે ઊજળા સંજોગો | ગ્રામ્ય વિસ્તારના બાળકો ખેતરે પાણી વાળવાનું શીખી રહ્યા છે


બાળકોની બહાર જવાની જીદ, સતત મોબાઈલ વાપરવાની ટેવને કારણે માતાપિતા પરેશાન


અન્ય સમાચારો પણ છે...