તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GPCBના અધિકારી માત્ર પાણીના સેમ્પલ લઈ આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાપરની ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝના કેટલાક ઉદ્યોગપતિઓ કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડી દે છે જેેને કારણે ખેડૂતોના ખેતરનો સત્યનાશ વળી ગયો છે. ભોગ બનનાર ખેડૂતો શુક્રવારે રાજકોટ જીપીસીબી ઓફિસે આવીને પોતાની વ્યથા ઠાલવી ગયા બાદ સોમવારે જીપીસીબીના અધિકારીઓએ અાખરે શાપરની મુલાકાત લીધી હતી. જ્યાં પાણીના સેમ્પલ લઈને આવી ગઈ હતી. કોણ નિયમનું ઉલ્લંઘન કરે છે તે જાણવાની કોશિશ સુધ્ધા પણ નહોતી કરી, ન તો ફેક્ટરીની મુલાકાત લીધી.

શાપરમાં કેમિકલયુક્ત પાણીથી ખેતરમાં ખેડૂતો પાક લઇ નથી શકતા, તો ઢોરઢાંખર પાણી પીતા નથી.પીવા અને વપરાશનું પાણી બન્ને બહારથી લેવું પડે છે. જેનો ખર્ચ રૂ.10 હજારથી વધારે આવી જાય છે. જીપીસીબીના અધિકારી અેચ.પી. પટેલ આ બધુ જાણે છે. તેને પોતાનો વહીવટ કરી લીધો હોવાથી જવાબદારો સામે તેને કોઇ કાર્યવાહી કરી ન હતી.અધિકારીના પાપે ખેડૂતો છેલ્લા ત્રણ વરસથી હેરાન થઈ રહ્યા છે.દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો અહેવાલ છપાયા બાદ આખરે જીપીસીબી તંત્ર જાગ્યું હતું અને કાર્યવાહી શરૂ કરી છે.ખેડૂતોએ આ અંગે ચીમકી ઉચ્ચારી છે કે જો આ અંગે વહેલી તકે કોઇ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જીપીસીબીના અધિકારીઓ શાપર વેરાવળ જઇને પ્રદૂષણ અંગે માહિતી મેળવશે, ખેડૂતોને શું મુશ્કેલી પડી રહી છે તેની વિગતો એકઠી કરશે અને જવાબદારો સામે પગલાંલેશે. જોકે, હાલના તબક્કે આવું કાંઇ થયું નથી. માત્ર સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો