તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Gondal Taluka Congress President Mukesh Mandanka And Rajkot District 071651

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ માંડણકા અને રાજકોટ જિલ્લા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ માંડણકા અને રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયા વચ્ચે જૂના વિવાદને લઇને અમદાવાદમાં કોંગ્રેસની બેઠક દરમિયાન નવેમ્બર માસમાં મારામારી થઇ હતી. આ ઘટનાને કારણે પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો થઇ હતી. જો કે ચૂંટણી આવતાં જ આ બંને ફરી એક જ મંચ પર જોવા મળ્યા હતા.

ગોંડલમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયે એક કાર્યક્રમમાં મંચ પર અર્જુન ખાટરિયા અને મુકેશ માંડણકા અને તેમની વચ્ચે ધારાસભ્ય લલિત વસોયા બેઠા હતા. મુકેશ માંડણકાએ આ મામલે જણાવ્યું હતું કે, તેઓ બંને પક્ષના કાર્યકર છે અને જવાબદારી સોંપાયા મુજબ કામ કરી રહ્યા છે. માંડણકાએ પક્ષમાં જ રહેલા વિરોધીઓ સાથે કઇ રીતે સમાધાન કર્યું તે પૂછતા જણાવ્યું હતું કે “બધા વિરોધીઓને ફોન કરીને કહી દીધું હતું કે, 24 એપ્રિલ સુધી તમામ વાંધાઓને પૂરા કરીને ચૂંટણીનું કામ કરવાનું છે. 24 તારીખ પછી જે કોઇને પણ તલવાર ખેંચવી હોય તો હું ચોકમાં જ બેઠો છું. 80 ટકા જેટલા વિરોધીઓને એક મંચ પર લાવી શક્યો છું હજુ 20 ટકા સાથે વાટાઘાટો ચાલી રહી છે.’

ખાટરિયા અને માંડણકા વચ્ચે જૂનો વિવાદ હતો જેમાં દિનેશ પાતર નામના કોંગી કાર્યકર માંડણકા વચ્ચે ફોન પર વાત કરતા માંડણકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ન હોવાનું કહ્યું હતું. આ મુદ્દાને લઇને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં અર્જુન ખાટરિયાનું પણ નામ ઉછળ્યું હતું. બંને વચ્ચેની આ ઓડિયો ક્લિપ ખાટરિયા સુધી પહોંચતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...