• Gujarati News
  • National
  • Rajkot News Gondal And Dardi Kumbhaji39s College Finally Deposited Rs 2 Lakh Of Fine 072035

ગોંડલ અને દેરડી કુંભાજીની કોલેજે અંતે દંડના રૂ.2 લાખ જમા કરાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન દેરડી કુંભાજીની શાંતાબેન આર્ટસ કોલેજ અને ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ડમીકાંડ તથા માસ કોપીકેસના કિસ્સામાં ઇડીએસીની બેઠકમાં રૂ.2 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ડમીકાંડ અને માસ કોપીકેસના અલગ-અલગ બે કિસ્સામાં એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી દ્વારા રૂ.1.50 લાખનો દંડ કરાયો હતો જેની રકમ કોલેજના પ્રિન્સિપાલ એસ.કે.ઝાલાએ મંગળવારે ડી.ડી. મારફત પરીક્ષા વિભાગમાં જમા કરાવી હતી. તેવી જ રીતે દેરડી કુંભાજીની શાંતાબેન આર્ટસ કોલેજે પણ માસ કોપીકેસની રૂ.50 હજાર દંડની રકમ જમા કરાવી હતી.
અન્ય સમાચારો પણ છે...