તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનું 41 હજારની સપાટીએ પહોંચ્યું, ચાંદીમાં 500 ઘટ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈરાન અને અમેરિકા વચ્ચે યુધ્ધની અસર થતા રાજકોટમાં ઘરઆંગણે સોનું મોંઘુ બન્યું હતુ. એક તબક્કે સોનાએ રૂ. 42 હજારની સપાટી કૂદાવી હતી. નવા વરસમાં અચાનક ભાવવધારો થતા સોની વેપારીઓને લગ્ન સિઝનમાં મળનારા ઓર્ડરમાં અસર થશે તેવી ભીતિ વ્યકત કરી હતી. ત્યારે સપ્તાહના અંતમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 250 ઘટ્યા હતા. જેને કારણે ભાવની સપાટી રૂ. 41 હજારે પહોંચી હતી. જ્યારે ચાંદીમાં રૂ. 500નો ઘટાડો નોંધાયો છે.

રાજકોટમાં છેલ્લા 10 દિવસથી ભાવની સપાટીમાં વધારો ઘટાડો થતો રહ્યો હતો. 24 કલાકમાં પાંચથી છ વખત ભાવની સપાટીમાં નોંધપાત્ર વધારો-ઘટાડો સતત હતો. ભાવ ઘટયા બાદ સોનાનો ભાવ રૂ. 40750 રહ્યો હતો. જ્યારે ચાંદી ચોરસાનો ભાવ રૂ. 46 હજાર હતો. વેપારીઓના જણાવ્યાનુસાર ઈરાન અને અમેરિકા વચ્ચે જે તંગદિલીભર્યા સંબધોમાં હાલમાં પરિસ્થિતિ થાળે પડતી જણાય છે. નોંધનીય છે કે લગ્ન સિઝન સમયે જ સોનાના ભાવમાં વધારો થતા સામાન્ય લોકોના બજેટમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો