તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News General Meeting Of Junagadh Swarnabhar School Board Of Directors Today 073616

જૂનાગઢ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની આજે સાધારણ સભા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણ સભા પ્રથમ વખત 28 સપ્ટેમ્બરને શનિવારના રોજ સાંજે 5 વાગ્યે ક્રિશ્ના હોટેલ, આલ્ફા ‌વિદ્યાસંકુલની સામે વડાલ ખાતે મળનારી છે. આ સાધારણ સભામાં સ્વનિર્ભર શાળાઓના પ્રશ્નોની ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે અને તેના કાયમી નિકાલ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવશે અને જૂનાગઢ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પ્રથમ વખત લોકશાહી પ્રણાલીથી સ્થાપના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...