તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 ડિસેમ્બર સુધી દેખાશે જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ઉલ્કાવર્ષા થતી રહે છે. 2019ના આ વર્ષે પણ તા. 9થી 17 ડિસેમ્બર દરમિયાન જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો દેખાવાનો છે. જો કે, અંગ્રેજી મહિના પ્રમાણે આ વર્ષની છેલ્લી ઉલ્કાવર્ષા રહેશે. ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો શરૂ થઇ ચૂક્યો હોય ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. જયંત પંડ્યાએ જણાવ્યા મુજબ ખાસ કરીને તા.13 થી 15 સુધી શુક્ર, શનિ, રવિ એમ ત્રણ દિવસ સૌથી વધુ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો થશે. આ ઉલ્કાવર્ષા પરોઢના સમયે નરી આંખે પણ જોઇ શકાશે. દરિયાઇ કિનારો, પર્વતીય કે નિર્જન વિસ્તારમાંથી ઉલ્કા નિહાળવાથી વધુ સહેલાઇથી તેનો અભ્યાસ કરી શકાય છે. જ્યારે ખગોળપ્રેમીઓએ આ વર્ષનો આખરી ઉલ્કાવર્ષાનો નજારો અચૂક માણવા અનુરોધ કરાયો છે. અવકાશમાં ઉલ્કાવર્ષાથી જાણે કે, આકાશમાં આતશબાજી થઇ રહી હોય એવા દૃશ્યો સર્જાય છે. ખગોળપ્રેમીઓ માટે ઉલ્કાવર્ષાનો નઝારો નિહાળવો આહલાદક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...