તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Garbo Is A Symbol Of The Universe Rotating 108 Times To Produce The Fruit Of The Universe Its 27 Holes Represent 27 Stars 072040

ગરબો બ્રહ્માંડનું પ્રતીક છે, 108 વખત ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું ફળ મળે, તેના 27 છિદ્ર એ 27 નક્ષત્ર દર્શાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલાં નોરતાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજથી સતત નવ દિવસ સુધી ચારેબાજુ ધાર્મિક માહોલ છવાશે. ચોકે ચોકે ગરબીઓમાં નાની-મોટી બાળાઓ અને અર્વાચીન રાસોત્સવમાં યુવાનો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરશે. ઘેર ઘેર આજે ઘટસ્થાપન સવારના સમયે કરવું શુભ ગણાશે. નોરતામાં ગરબા સ્થાપન કરવાનું મહાત્મ્ય છે, પરંતુ તેની સાથે સાથે ગરબામાં રહેલા છિદ્રો અને ગરબાનું ધાર્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર જણાવે છે કે, ગરબોએ બ્રહ્માંડનું પ્રતીક છે, ગરબામાં 27 છિદ્રો હોય છે. 9 છિદ્રોની 3 લાઈન હોય છે. આ 27 છિદ્રોએ 27 નક્ષત્ર દર્શાવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે 27 નક્ષત્રના ચાર ચરણ એટલે 108 થાય. નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખીને 108 વખત ગરબી રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આ ગરબાનું મહાત્મ્ય છે.

સનાતન ધર્મમાં નવરાત્રિનું ખૂબજ મહત્ત્વ રહેલું છે. નવરાત્રિના નવ દિવસને ખૂબજ શુભ માનવામાં આવે છે. પવિત્ર એવા નવલાં નોરતા માતાજીને ખૂબજ પ્રિય છે. એવી પણ માન્યતા છે કે નોરતાના દિવસોમાં માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે. શારદીય નવરાત્રિએ વિશેષ સંયોગ રચાય છે જો રાશિ અનુસાર પૂજા અર્ચના કરશો માતાજી તમારા પર જરૂર કૃપા કરશે. આ નવ દિવસ દેવીના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક તંગી પણ દૂર થઈ જાય છે.

નવરાત્રીની આ પૌરાણિક કથા પ્રચલિત છે
આસો મહિનામાં આવતી નવરાત્રિના ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. તેને પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાહિમામ્ પોકારતા કરી દીધા હતા. દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઇ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી દેવોની આરાધનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર ઉ૫ર ક્રોધે ભરાયા.તેમનાં પુણ્ય પ્રકો૫થી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.

અન્ય સમાચારો પણ છે...