• Gujarati News
  • National
  • Rajkot News From October 2 To The Open Gujarat Football Tournament 16 Teams Will Meet 073040

2 ઓક્ટોબરથી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્નામેન્ટ, 16 ટીમો વચ્ચે જામશે જંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઓક્ટોબરની બીજી તારીખથી શહેરમાં ફરી ફૂટબોલ ફીવર છવાશે. શહેરના ફૂટબોલ પ્લેયર સ્વ.દિનેશ ગોસાઇ અને સ્વ.પીટર જેકની સ્મૃતિમાં એ.જી.ઓફિસ રિક્રિએશન ક્લબ દ્વારા ઓપન ગુજરાત ઇન્વિટેશન ફૂટબોલ નોકઆઉટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર પાંચ દિવસ ચાલનારી ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટ સહિત રાજ્યની ચુનંદા 16 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં આરબીઆઇ, ગુજરાત પોલીસ, એચ.આર.માડમ, ઇન્કમટેક્સ સહિતની નામાંકિત ટીમોનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટમાં રોહિત બુંદેલા, પ્રકાશ બક્ષી, શ્રેયસ ઠાકર સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મેચ તા.6ના રોજ બપોરે 3 વાગ્યે રમાશે.

અન્ય સમાચારો પણ છે...