તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Rajkot News From Now On Under The Annabraham Scheme The Poor Will Be Given A Grain Kit 065010

આજથી અન્નબ્રહ્મ યોજના હેઠળ નિરાધારોને અનાજની કિટ અપાશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં અન્નબ્રહ્મ યોજના હેઠળ નિરાધાર, અત્યંત ગરીબ અને રાશનકાર્ડ ન ધરાવતા પરિવારોને સોમવારથી અનાજની કિટ વિતરણ શરૂ થશે જેના આયોજન માટે મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાના જણાવ્યા અનુસાર જિલ્લામાં જે અત્યંત ગરીબ અને નિરાધાર લોકોને તેમનો હજુ પણ સરવે ચાલી રહ્યો છે. પરિવાર દીઠ 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠું અપાશે. આ ઉપરાંત વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવશે. દરેક તાલુકા મથકે કિટના પેકેજિંગ અને વિતરણની વ્યવસ્થા કરાઈ છે જ્યારે રાજકોટ
શહેરમાં નિગમના ગોડાઉનમાં કામગીરી ચાલી રહી છે. આ માટે સ્ટાફ અલગ અલગ કિટ બનાવી રહ્યા છે. ટૂંકા ગાળામાં તમામ લોકો સુધી પહોંચવાનું હોવાથી સઘળું આયોજન કરાઈ રહ્યું છે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, અન્નબ્રહ્મ યોજના ફક્ત રાશનકાર્ડ વગરના નિરાધાર અને અત્યંત ગરીબ લોકો માટે છે. આ કિટ આપતી વખતે તમામ વિગતો લેવામાં આવશે અને જો રાશનકાર્ડ ધારકે યોજનાનો લાભ લીધો હશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એમ પણ જણાવ્યુ હતું કે, જે લોકોને સંસ્થાઓ મારફત કિટ મળી રહી છે તેઓ પર અન્નબ્રહ્મ યોજનાનો લાભ ન લે જેથી કરીને જે લોકોને જરૂરિયાત છે તેમના સુધી ઝડપથી પહોંચી શકાય.

સભ્ય દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા અપાશે


પુરવઠા નિગમના ગોડાઉનમાં કિટ તૈયાર કરીને અલગ રખાઈ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો