તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મ થી 12 વય સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રવિવારે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા ગણેશ મંદિર, મવડીમેઇન રોડ ખાતે જન્મથી 12 વયના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. રવિ પરમારના આયોજન હેઠળ સમગ્ર કેમ્પમાં 350થી વધુ બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપા કોઇપણ ચાર્જ વગર પીવડાવવામાં આવ્યા હતા. ભાવી પેઢી ગણાતા બાળકો જન્મથી તંદુરસ્ત રહે તેના માટે સુવર્ણપ્રશાન બહુ જ ઉપયોગી હોય આ કેમ્પ નિ:સ્વાર્થભાવે યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...