તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Four Prisoners Including Rajkot39s 1 Leaped From The Limbi Prison To Break The 14 Foot Wall Of The Barracks 073127

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી જેલમાંથી રાજકોટના 1 સહિત 4 કેદી બેરેકનું તાળંુ તોડી 14 ફૂટની દીવાલ કૂદી ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડીની સબજેલમાં રાખવામાં આવેલા ખુંખાર ચાર કેદી બેરેકનું તાળુ તોડી 14 ફુટ ઉંચી દીવાલ કૂદીને ફરાર થઇ જતા જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ છે. સાથે જેલની સુરક્ષા સામે પણ અનેક સવાલો ખડા કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લાની જેલોમાં મોબાઇલ કે અન્ય પ્રતિબંધીત વસ્તુઓ મળવી તે તો સામાન્ય બાબત થઇ ગઇ છે. પરંતુ લીંબડીની સબ જેલમાંથી એક સાથે ચાર કેદી ફરાઇ થઇ જવાની ઘટના બનતા જેલતંત્રની ગંભીર બેદરકારી તો સામે આવી જ છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. લીંબડીની સબ જેલમાં 5 બેરેકમાં 35 કેદીને રાખવાની સગવડતા છે. જેની સામે 49 કેદીને રાખવામાં આવી રહ્યા છે. આટલુ જ નહી પરંતુ આટલી મોટી સંખ્યામાં રહેલા ખુંખાર કેદીને સાચવવા માટે 1 જેલર, 4 કોન્સ્ટેબલ અને 1 વોર્ડન એમ માત્ર 6 કર્મચારીનો સ્ટાફ 24 કલાક કેદીઓ પર નજર રાખવા મુકવામાં આવ્યો છે. આ જેલમાં બેરેક નં 2 માં કુલ 6 કાચા કામના કેદીને રખાયા હતા. રવીવારે સાંજે તમામ કેદીઓને જેલમાં રાખીને લોક કરી દેવાયું હતુ. જેમાં બેરેક નં 2 માં રાખેલા ચાર ખુંખાર આરોપી જેલનું તાળુ તોડીને પોતાની બેરેકની બાજુમાં જ આવેલી 14 ફુટની દિવાલ કુદી તાર ફેન્સીંગ તોડીને રાત્રીના અંધારામાં ફરાર થઇ ગયા હતા. સવારે સાત વાગે તાળુ ખોલવા માટે જેલનો કર્મચારી આવ્યો ત્યારે આ ચાર આરોપી ફરાર થઇ ગયાની જાણ થઇ હતી. બનાવને પગલે ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા, ડીવાયએસપી ડી.બી.બસીયા, મામલતદાર મહાવીરસિંહ રાણા તથા એલસીબી અને એસઓજી સહિત સ્થાનીક પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અનેે જિલ્લાના રસ્તાઓ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી.

ફરાર થયેલા 4 આરોપીઓના નામ
રમેશ ઉર્ફે જગદીશ રમજુભાઇ કારૂ-અંજાર, મયુરસિંહ ઉર્ફે સાગર હરીસિંહ પ્રભાતસિંહ જાડેજા-માંડવી સાયલા, વિજય અનકભાઇ કરપડા-મૂળી, દિનેશ ઉર્ફે દેવ રામજનમ રામલગન શુકલ, રેલનગર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો