વનવિભાગના અધિકારી આજથી 8 દી’ ગાંધીનગરમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના મહાત્મા મંદિરે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીના ભાગરૂપે રાજ્યના વનવિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને તા.14થી 22 સુધી ગાંધીનગરમાં રહેવા સૂચના આપી દેવાઈ છે.

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 130 દેશના પ્રતિનિધિઓ આવવાના છે જેમાં વડાપ્રધાનનું પણ સંબોધન રાખવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં વેટલેન્ડ એટલે કે નદી, સરોવર, તળાવ વગેરે જેવા પાણીના સંગ્રહ સ્થાનોમાં દર વર્ષે આવતા પ્રવાસી પક્ષીઓ માટે તેમજ ભારતની જળસીમામાં વિહાર કરવા આવતા વિદેશી જળચરો માટેની ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સ તા.15થી 22 સુધી ચાલનારી છે. મરીન તેમજ વેટલેન્ડ સ્પેશિસ માટેની કોન્ફરન્સની તમામ જવાબદારી વનવિભાગને સોંપાઈ છે તેથી જે તે સર્કલના એસીએફ, ડીસીએફ તેમજ આરએફઓને તારીખ 14 ફેબ્રુઆરીથી 22મી સુધી 8 દિવસ ગાંધીનગર રહેવાની સૂચના છે તેમજ વિદેશથી આવતા દરેક ડેલિગેટને એક એક વનવિભાગના અધિકારીઓ લાયઝન કરશે તેની પણ તૈયારીઓ થઈ છે. આ ઉપરાંત ડેલિગેશનને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસ પણ કરાશે.

130 દેશના પ્રતિનિધિઓ યાયાવર પક્ષીઓ તેમજ વિદેશી જળચરો અંગે પરામર્શ કરશે


અન્ય સમાચારો પણ છે...